About Us

Greeting …….

 

We are professionally well managed organization with the team of skilled, experienced, qualified & experts engaged in manufacturing and deliver the knowhow of Greenhouse (Poly House) & Net House (Shade House).

 

We are offering turnkey project of wide range of Green Houses (Poly house) and Net Houses (Shed house) suitable for every type of crop and geographical location.

 

Our services includes project planning, helps to arrange bank finance/loan, set up of green house(Poly House) with agronomy service also and buy back support.

 

NEWS & UPDATES

રાજયમાં બાગાયતી વિકાસને વેગ આ૫વા ૧૯૯૧ થી રાજયમાં અલગ બાગાયત ખાતાની રચના કરવામાં આવેલ છે. જેનો ઉદ્દેશ ક્ષેત્રના સંર્વાંગી વિકાસ કરવાનો છે. જેના કારણે બાગાયતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થયેલ છે અને બાગાયતી પાકોનું ૧૯૯૧-૯૨ થી અત્યાર સુધી વાવેતર તથા ઉત્પાદન અંદાજીત ચાર ગણું થયેલ છે.

જે માટે બાગાયતી ખેતીની શરુઆતથી તેની કાપણી પછીની વ્યવસ્થા સુધીની તમામ શ્રૃંખલા સુદઢ બનાવવાનું આયોજન અને સ્ટ્રેટેજી નકકી કરવામાં આવી છે અને બાગાયત ખાતા તરફથી વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું અમલીકરણ કરવામાં આવી રહયું છે. જે માટે જરુરી પોલીસી અને સહાયક યોજનાઓ અમલમાં મુકી છે.

રાજયમાં બાગાયતના વિકાસ માટે ક્ષેત્રીય કક્ષાએ જરૂરી માર્ગદર્શન તથા યોજનાઓના અમલીકરણ માટે જીલ્લા કક્ષાએ અમલીકરણ કચેરીઓ, નર્સરીઓ, તથા કેનીંગ અને કીચન ગાર્ડન કેન્દ્રો ઉભી કરાયેલ છે. તેમજ બાગાયતી વધુ શકયતા ધરાવતા તાલુકા કક્ષાએ તજજ્ઞ અધિકારીઓની સેવાઓ ઉપબ્ધ છે. સમગ્ર તંત્રના દેખરેખ અને નીરીક્ષણ માટે વડોદરા તથા રાજકોટ ખાતે વિભાગીય કચેરીઓ તથા ગાંધીનગર ખાતે બાગાયત નિયામકશ્રીની રાજય કક્ષાની કચેરી આવેલી છે. તાજેતરમાં પાક અને ટેકનોલોજી આધારીત સેન્ટર ઓફ એકસેલન્સ ઉભા કરવામાં આવી રહેલ છે. બાગાયત ખાતાનુ માળખું, બાગાયત નિયામકશ્રી નિયંત્રિત છે.

બાગાયત ખાતા તરફથી રાજય સરકારશ્રી તેમજ કેન્દ્ર સરકારશ્રી પ્રેરિત વિવિધ વાર્ષિક વિકાસ કાર્યક્રમો અમલમાં છે. અને વિસ્તરણ પ્રવૃતિઓ મારફત ખેડૂતોને તથા યુવાનોને જરુરી માર્ગદર્શન, તાલીમ તથા કૌશલ્ય વિકાસ કરવામાં આવી રહેલ છે. છેલ્લા પાંચ વર્ષોમાં બાગાયતી પ્રવૃત્તિઓ ઉપર સરકારશ્રીએ ઘણો ભાર મુકેલ છે. અને સારી એવી નાણાંકીય જોગવાઇ કરેલ છે. જેના કારણે વિવિધ ક્ષેત્રોએ નોધ પાત્ર વિકાસ સાધેલ છે. જેના કારણે દેશમાં રાજયનું સ્થાન ફળપાકો તથા શાકભાજી પાકોમાં અન્ય રાજયો કરતાં આગળ છે.

બાગાયત ખાતા તરફથી અમલી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો મુખ્ય ઉદેશ બાગાયતી પાકોનું ઉત્પાદન તથા ખેત આવકમાં વધારો કરવો, રોજગારીની તકો વધારવી તથા કાપણી પછી બગાડ અટકાવી મૂલ્યવર્ધન કરવાનો છે. જે માટે વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં છે.

 

ગુજરાત સરકારનો કૃષિ અને સહકાર વિભાગ તેના હસ્તકની કૃષિ અને સંલગ્ન બાબતો બાગાયત, ભૂમિ સંરક્ષણડેરી વિકાસપશુપાલન, અને સહકારની પ્રવૃત્‍તિઓમાં નીતિ / યોજનાઓનું ઘડતર અને ખાતા દ્વારા અમલીકરણ, નિરીક્ષણ અને દેખરેખની કામગીરી કરે છે. બાગાયત ખેતીનો રાજ્યનો વિસ્તાર અને તેમાં થતાં વધારા તેમ બાગાયતી પ્રવૃતિઓના મહત્વને લઈ બાગાયત પ્રવૃતિઓ ખેતી ખાતાથી અલગ કરી બાગાયત ખાતુ રચવામાં આવેલ છે.

કૃષિ અને કૃષિ વિષયક અન્ બાબતોમાં શિક્ષણ અને સંશોધનની કામગીરી કરવા વિભાગ હેઠળ ચાર કૃષિ વિશ્વવિદ્યાલય કાર્યરત છેવિભાગની પ્રવૃતિઓના નીતિ ઘડતરમાં સલાહ, મદદકાર્યક્રમોના અમલીકરણ અને દેખરેખ રાખવા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળ ખાતાના વડા, નિગમો, સમિતિ કે અન્ સંસ્થાઓ કામ કરે છે.

ખેતીવાડી ખાતાના મુખ્‍ય ઉદેશ ખેડૂતોને ખેતીની વૈજ્ઞાનિક પઘ્ધતિઓનું માન આપી, જુદી જુદીયોજનાઓના અમલીકરણ દ્વારા ખેત ઉત્પાદકતા વધારી ખેત પેદાશોમાં વધારો કરી રાજ્યની જરૂરિયાતો હાંસલ કરવાનો અને ખેડૂતોની આવક વધારવાનો છે